Banaskantha: કૂંપટ ગામે વરધોડો કાઢવાને લઈને ધમસાણ ! હુમલામાં 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

|

May 28, 2022 | 9:28 AM

ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા અને આ લગ્નમાં (wedding) દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.

ડીસા તાલુકાના (Deesa Taluka) કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો કાઢવા બાબતે થયેલી બબાલમાં બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ (Police) પર ટોળાએ પથ્થરમારો કરતાં એક PSI સહિત ત્રણ પોલીસકર્મી ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના

ડીસા તાલુકાના કૂંપટ ગામે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા અને આ લગ્નમાં (wedding) દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને જૂથ ને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે દરબાર સમાજ ના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલ દાંતીવાડા PSI સહિત ત્રણ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસે હુમલો કરનારની શોધખોળ હાથ ધરી

પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જો કે ઇજાગ્રસ્તોની તબિયત વધુ ગંભીર હોવાના કારણે બાદમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અત્યારે ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી છે.

Next Video