Navsari: શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં 70 ટકા ઘટાડો, અનેક કારણો જવાબદાર

|

Jan 23, 2022 | 9:58 AM

નવસારી જિલ્લામાં 53 કિલોમીટરનો રમણીય દરિયા કિનારો ધરાવતા દાંડી અને ઉભરાટ સહેલાણીઓનું માનીતું સ્થળ છે. સાથે સાથે આ સ્થળો યાયાવર પક્ષીઓનું ઘર પણ મનાય છે.

પક્ષીઓને કોઇ દેશની સરહદ નડતી નથી હોતી. તેઓ તેમની અનુકુળતાએ એક દેશમાંથી બીજા દેશમાં ભ્રમણ કરતા હોય છે. હજારો કિ.મી.નું અંતર કાપીને આ પક્ષીઓ તેમના પસંદગીના અને અનુકુળ સ્થળે જતા-આવતા હોય છે. ગુજરાત (Gujarat)માં પણ ખાસ કરીને શિયાળામાં આવા અનેક પક્ષીઓ વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવતા હોય છે. નવસારી (Navsari) જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ આવા પક્ષીઓ આવતા હોય છે. જોકે ધીરે ધીરે આવા યાયાવર પક્ષીઓ (Migratory birds)ની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

નવસારી જિલ્લામાં 53 કિલોમીટરનો રમણીય દરિયા કિનારો ધરાવતા દાંડી અને ઉભરાટ સહેલાણીઓનું માનીતું સ્થળ છે. સાથે સાથે આ સ્થળો યાયાવર પક્ષીઓનું ઘર પણ મનાય છે. શિયાળામાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આ વિસ્તારને પોતાનું હંગામી રહેઠાણ બનાવે છે. દર વર્ષે વિદેશથી ફ્લેમિંગો, બ્લેક ઇગલ સહિતની 80થી વધુ પ્રજાતિઓના લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં આવતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે.

પક્ષીવિદ્દોનું કહેવું છે કે વરસાદની અનિયમિતતાને પારખી વિદેશી પક્ષીઓએ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ પ્રયાણ કર્યું છે. ગ્લોબલ વોર્મિગને કારણે થતા હવામનમાં ફેરફારને પગલે પણ પક્ષીઓને આ બદલાતું વાતાવરણ અનુકુળ આવતું નથી. જેના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યા ઘટી છે.

આ પણ વાંચો-

Chhota udepur: દુકાનની બહાર રાખેલા સામાનમાં એક વ્યક્તિએ લગાવી આગ, જુઓ સમગ્ર ઘટના આ વીડિયોમાં

આ પણ વાંચો-

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર

 

Next Video