બોર્ડની પરીક્ષા આપવા માટે નિકળેલો વિદ્યાર્થી રસ્તામાં ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત

|

Mar 22, 2024 | 7:53 PM

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જવા દરમિયાન તબીયત લથડતા ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઇડરમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર તરફ જઇ રહેલ વિદ્યાર્થીની તબિયત લથડવાને લઈ રસ્તામાં ઢળી પડ્યો હતો. જેને લઈ સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

બારમાં ધોરણનો પરીક્ષાર્થી વિદ્યાર્થી ઇડરના કાનપુર ગામનો હતો અને તે શુક્રવારે સંસ્કૃતના પેપરને આપવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન જ તે રસ્તામાં ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીના મોતને પગલે શિક્ષકો અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video