Dang : સરકારી શાળાના ખાનગીકરણ સામે વિદ્યાર્થીઓનું કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, આવેદન પત્ર પાઠવી નિર્ણય પરત લેવાની માંગ કરાઈ

|

Jul 29, 2022 | 9:22 AM

સ્થાનિકોનું  કહેવું હતું કે ખાનગીકરણના નિયમો તેમને મંજુર નથી ડાંગ જિલ્લા માં ગરીબ લોકો રહે છે કે જેમને ગુજરાન ચલાવવા તકલીફ પડે છે તેવી સ્થિતિમાં બાળકોના પરિવાર ખાનગી શાળાનો બોજ સહન કરી શકશે નહિ.gujarat , dang

ડાંગ(Dang) જેવા આદિવાસી અને પછાત જિલ્લામાં શાળાના ખાનગીકરણનો નિર્ણય લેવાતા હંગામો મચ્યો છે. અગાઉ 2 શાળાના ખાનગીકરણ બાદ હવે ચીખલી ગામે સરકારી માધ્યમિક શાળા ને સાંદિપની નામની સંસ્થા ને સોંપી ખાનગીકરણ કરવાના હુકમ સામે ચીખલી ગામના બાળકો અને વાલી ઓએ વિરોધ નોંધાવ્યો છે. ગામલોકોએ નારાજગી વ્યક્ત કર્યા બાદ  આહવા કલકેટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું . બાળકોએ સુત્રોચાર સાથે  તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. ખાનગીકરણ દૂર કરવાના નારા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલકેટરને આવેદનપત્ર પાઠવી પરિસ્થિતિ વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોનું  કહેવું હતું કે ખાનગીકરણના નિયમો તેમને મંજુર નથી ડાંગ જિલ્લા માં ગરીબ લોકો રહે છે કે જેમને ગુજરાન ચલાવવા તકલીફ પડે છે તેવી સ્થિતિમાં બાળકોના પરિવાર ખાનગી શાળાનો બોજ સહન કરી શકશે નહિ. આ વિસ્તારમાં સરકારીશાળાઓમાં સારું  શિક્ષણ અપાતું હોવા છતાં  ખાનગીકરણ કરતા વાલીઓ  અને બાળકોએ  સ્કૂલ અને સરકાર  સામે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હોવાનું ઉમેર્યું હતું. નેતાએ વિરુદ્ધ  પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ડાંગ ની જનતામાં રાજકારણી નેતા ઓ સામે પણ આક્રોશ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં સ્કૂલ ખાનગીકરણ નો મુદ્દો ઉઠ્યો છે છતાં લોકો દ્વારા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ મધ્યસ્થી ન થતા રોષ ફેલાયો છે. સ્થાનિકો રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ  શાળા ની કે ગામની મુલાકાત લઈ સ્થિતિ જાણે અને આ મામલે સરકાર સુધી રજુઆત પહોંચાડે તેવી માંગ ઉઠી છે.

Published On - 9:22 am, Fri, 29 July 22

Next Video