Dang : શબરીધામ ટ્રસ્ટના સભ્ય પદેથી દૂર કરાયેલા ધારાસભ્ય વિજય પેટેલે નિર્ણય શિરોમાન્ય ગણાવ્યો

|

Jun 10, 2022 | 10:40 AM

સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ મુજબ ધારાસભ્ય વિજય પટેલે સબરિધામ ના સિધ્ધાંતથી વિપરીત વર્તન કરેલ હોવાથી સેવા સમિતિ દ્વારા સમિતિના સભ્ય પદે થી મુક્ત એટલે કે દૂર કરવામાં આવ્યા હતા.

ડાંગ (Dang)જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એટલે સબરીધામ હાલ ચર્ચામાં છે. શબરીધામ સેવા સમિતિના ટ્રસ્ટના સભ્ય પદેથી ડાંગ ના ધારાસભ્યને દૂર  કરવાનો સમિતિએ ઠરાવ કરતા ડાંગ નું રાજકારણ ગરમાયુ છે. મામલે હવે ધારાસભ્ય વિજય પટેલનું નિવેદન સામે આવ્યું છે. વિજય પટેલે ટ્રસ્ટના નિર્ણયને શિરોમાન્ય ગણાવ્યો હતો જયારે શબરીધામ સેવા સમિતિના ટ્રસ્ટના સભ્ય પદેથી દૂર કરવા બાબતે વિવાદિત ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

શબરીધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવમાં સ્વામિ આશીમાનંદની સહી સાથે પત્ર સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ મુજબ ધારાસભ્ય વિજય પટેલે સબરિધામ ના સિધ્ધાંતથી વિપરીત વર્તન કરેલ હોવાથી સેવા સમિતિ દ્વારા સમિતિના સભ્ય પદે થી મુક્ત એટલે કે દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા ડાંગ પ્રવાસના આખરી દિવસે સબરી તાલુકાની મુલાકાત દરમ્યાન તેઓ શબરીધામ મંદિરમાં દર્શને ગયા હતા જ્યાં તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત અને ધારાસભ્ય વિજય પટેલ સહિત અન્ય આગેવાનો માં સુબિર તાલુકાના ભાજપ આગેવાન એવા ખ્રિસ્તી સમાજના અગ્રણી રાજેશ ગામીત અને જગદીશ ગામીત પણ મંદિર ના ગર્ભ ગૃહમાં જતા વિવાદ સર્જાયો હતો. શબરીધામમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવાનું જાણતા હોવા છતાં તેમની સાથે ખ્રિસ્તી સમાજના આગેવાન ને મંદિર માં પ્રવેશ કરાવવાનો ધારાસભ્ય ઉપર આક્ષેપ હતો. સભ્યપદેથી દૂર કરાતા વિજય પટેલે ટ્રસ્ટના નિર્ણયને શિરોમાન્ય ગણાવ્યો હતો જયારે શબરીધામ સેવા સમિતિના ટ્રસ્ટના સભ્ય પદેથી દૂર કરવા બાબતે વિવાદિત ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

Published On - 10:40 am, Fri, 10 June 22

Next Video