Dang : વરસાદના વિરામ સાથે ગિરિમથક સાપુતારા ધુમ્મ્સની ચાદર તળે ઢંકાયુ

|

Jun 24, 2022 | 1:42 PM

ધુમ્મ્સની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમા ચોમાસુ જામતું જાય છે. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે.

ચોમાસાની જમાવટ સાથે વનવિસ્તાર અને ગિરિમથકોની સુંદરતા ખીલી ઉઠી છે. ગુજરાત મહારાષ્ટની સરહદે આવેલા ડાંગ(Dang) સ્થિત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમા વાતાવરણનું સાક્ષી બન્યું છે. એક સપ્તાહ સુધી નિયમિત હાજરી પૂરાવનાર મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદ વિરામ લેતા વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મ્સ છવાયેલું નજરે પડી રહ્યું છે. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ કુદરતી સૌંદ્રર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થઇ રહ્યું છે.ધુમ્મ્સની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમા ચોમાસુ જામતું જાય છે. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની હાજરી નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અહીં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલીના કુંકાવાવ અને જામનગરના ધ્રોલમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ પાવાગઢ અને બહુચરાજીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો વડોદરાના ડભોઈમાં પણ ભારે વરસાદ વરસતા ઠંડક અનુભવાઈ હતી.

ભારે વરસાદની આગાહીના પગલે NDRF ની ટીમ તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. નવસારી જિલ્લાના 7 જેટલા ગામ દરિયા કિનારે વસેલા હોવાથી તંત્રએ NDRFના 21 જવાનોની ટીમ તૈનાત કરી છે. ભારે વરસાદની ચેતવણીના પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે NDRFની ટીમ ખડેપગે છે. મહત્વનું છે કે ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

Published On - 12:14 pm, Fri, 24 June 22

Next Video