Dang : પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીનું સાચું ચિત્ર સામે આવ્યું, 5 મૃતકોના પરિવાર સહીત અસરગ્રસ્તોના વળતર માટે સર્વે હાથ ધરાયો

|

Jul 23, 2022 | 11:35 AM

ડાંગ જિલ્લાની પૂર્ણાં, અંબિકા, ખાપરી, અને ગીરા મુખ્ય ચાર નદીઓ અને અનેક ખાડીમાં ભારે વરસાદને કારણે પુર ની પરિસ્થિતિ જોવા મળી હતી.

તાજેતરમાં ડાંગ (Dang) ની ચાર નદીઓમાં આવેલ વિનાશક પુર ને કારણે જિલ્લામાં જાન માલ નું ભારે નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી, વીજળી , માર્ગ મકાન અને સિંચાઈ વિભાગ સાથે મોટા પ્રમાણમાં ગરીબ આદિવાસી લોકોના ઘરોને નુકશાન થયું છે. પૂરના પ્રકોપમાં 13 વર્ષના કિશોર સહિત પાંચ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યા છે. ડાંગ વહીવટી તંત્રએ જીલ્લામાં પુર અસર ગ્રસ્તો અંગે સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.  માર્ગ મકાન વિભાગ હસ્તક ના અનેક રસ્તા ધોવાઈ જતા તેને યુદ્ધના ધોરણે રીપેર કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે.

ડાંગ જિલ્લાની પૂર્ણાં, અંબિકા, ખાપરી, અને ગીરા મુખ્ય ચાર નદીઓ અને અનેક ખાડીમાં ભારે વરસાદને કારણે પુર ની પરિસ્થિતિ જોવા મળી હતી. આ વિનાશક પુર ને કારણે જિલ્લા માં ખેતીવાડી વિભાગ, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, વનવિભાગ સહિત લોકોના જાન-માલ ને વ્યાપક નુકશાન થયું છે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાંથી પસાર થતી પૂર્ણાં નદીમાંથી પાંચ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. પૂર્ણાં નદી કિનારે આવેલ કાલીબેલ, ભેંસકાતરી અને સુબિર વિસ્તારમાં સ્ટેટ હાઇવે ઉપરના મુખ્ય માર્ગો ધોવાઈ જતા માર્ગ મકાન વિભાગને મોટું નુકસાન છે જ્યારે આ વિસ્તારમાં નદી કીનારે રહેતા લોકોના ખેતરો અને મકાનો ધોવાઈ જતા વ્યાપક નુકશાન થયું છે. સાથે ડાંગ માં આવેલ ધાર્મિક સ્થળ એવા માયાદેવી મંદિર ને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં વસતા મોટા ભાગના આદિવાસી લોકોને સરકારી યોજના કે સહાય અંગેની માહિતી ન હોવાથી ડાંગ જિલ્લા પંચાયત દ્વારા સહાય ફોર્મ અંગે સમજ આપી સરકારી વળતર વહેલી તકે મળે એમાટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.

ડાંગ વહીવટી તંત્રએ જીલ્લામાં પુર અસર ગ્રસ્તો અંગે સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક ના અનેક રસ્તા ધોવાઈ જતા તેને યુદ્ધના ધોરણે રીપેર કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે.

Published On - 11:35 am, Sat, 23 July 22

Next Video