Sabarkantha: સારા વરસાદ બાદ વિવિધ જળાશયોમાં વરસાદી નીરની આવક, હરણાવ અને ખેડવા ડેમમાંથી પાણી છોડાયુ

|

Aug 15, 2022 | 3:00 PM

ગુજરાતના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં પણ સારા એવા વરસાદના (Rain) પગલે નદી-નાળા છલકાયા છે.

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે મેઘરાજા (Monsoon 2022) મન મૂકીને વરસ્યા છે. અત્યાર સુધી સીઝનનો 84.26 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. ગુજરાતના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં પણ સારા એવા વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. જેના પગલે હરણાવ અને ખેડવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

વિવિધ જળાશયોમાં વરસાદી નીરની આવક

સાબરકાંઠા જિલ્લાના વિવિધ જળાશયોમાં વરસાદી નીરની આવક થઇ છે. હરણાવ અને ખેડવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હરણાવમાં 100 કયુસેક તો ખેડવામાં 280 કયુસેક પાણીની આવક થઇ રહી છે. બીજી ગુહાઈમાં 650 કયુસેક તો હાથમતીમાં 1 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. જવાનપુરા બેરેજમાં પણ 560 કયુસેક પાણીની આવક થઇ છે. રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાયું છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઇ રહી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. અરબી સમુદ્રમાં દબાણ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે.

Next Video