Ahmedabad : રાજસ્થાનમાં દલિત બાળકના મોતના ગુજરાતમાં પડઘા, કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં દલિત સમાજે કર્યા દેખાવ

|

Aug 17, 2022 | 7:37 AM

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ (Gujarat Congress) કાર્યાલયે અસ્પૃશ્ય સમાજે કાળા બલૂન અને પોસ્ટર્સ સાથે માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો.

રાજસ્થાનના (Rajasthan) દલિત બાળકના મોતના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ (Gujarat Congress) કાર્યાલયે દલિત સમાજે દેખાવો કર્યો હતા. કાળા બલૂન અને પોસ્ટર્સ સાથે માટલા ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.એટલું જ નહીં  ગહેલોતના (CM Ashok Gehlot) ગુજરાત પ્રવાસ દરમિયાન પણ વિરોધની ચિમકી ઉચ્ચારવામાં આવી. મહત્વનું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે.

અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress )સમિતિની આગામી વિધાનસભાની ચૂંટણીમાં “મારુ બૂથ-મારુ ગૌરવ” કાર્યક્રમ અંતર્ગત એક બેઠક મળી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક CM અશોક ગેહલોત ભાગ લીધો. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દલિત વિદ્યાર્થીની નિર્દયતાથી હત્યા….!

રાજસ્થાનના (Rajasthan )જાલોર (Jalore) જિલ્લામાં એક 9 વર્ષના દલિત વિદ્યાર્થીને (child) શાળાના શિક્ષકે ઘડામાંથી પાણી પીવા જેવી નજીવી બાબાતે નિર્દયતાથી માર માર્યો હતો,જેના કારણે 13 ઓગસ્ટના રોજ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કહ્યું હતુ કે, જ્યાં સુધી તેમની તમામ શરતો પૂરી ન થાય ત્યાં સુધી બાળકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાસન બાળકના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે પોલીસ અને ત્યાં હાજર લોકો વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ થયું હતું. રોષે ભરાયેલા સામાજિક સંગઠનો અને ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. મામલાની ગંભીરતા જોતા પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

 

Published On - 7:37 am, Wed, 17 August 22

Next Video