Dahod News : ભારત-પાકિસ્તાનની મેચને લઈને બોર્ડર વિસ્તાર એલર્ટ, ખંગેલા બોર્ડર પર વાહન ચેકીંગ હાથ ધરાયું, જુઓ Video

| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:21 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. જેને લઈને રાજ્યની તમામ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના પગલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ધરાવતા દાહોદ જિલ્લામાં પણ બાર્ડર વિસ્તારને એલર્ટ કરાયો છે અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

Dahod : અમદાવાદમાં (Ahmedabad) 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, જેને લઈને ખંગેલા બોર્ડર પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓના પગલે બોર્ડર વિસ્તાર એલર્ટ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાની મધ્યપ્રદેશ, રાજસ્થાન બોર્ડર પર જિલ્લા પોલીસ વડા દ્વારા થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Dahod Video : કંરબા ગામમાં બે બાળકો કુવામાં પડી જતા મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. જેને લઈને રાજ્યની તમામ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના પગલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ધરાવતા દાહોદ જિલ્લામાં પણ બાર્ડર વિસ્તારને એલર્ટ કરાયો છે અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો