DAHOD : ફૂડ પોઈઝનીંગ કેસમાં અત્યારસુધી કુલ 8ના મોત, હજુ 10 લોકો સારવાર હેઠળ

|

Dec 15, 2021 | 4:18 PM

આદિવાસી બહુમતીવાળા ભુલવાણ ગામમાં નવ દિવસીય ધાર્મિક ઉત્સવ પૂર્ણ થયા બાદ સોમવારે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચાર લોકો ખોરાક ખાધા પછી મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

DAHOD : ગુજરાતના દાહોદ જિલ્લામાં બુધવારે ફૂડ પોઈઝનીંગ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે. આ સાથે વધુ એકનું મોત થતા આ કેસમાં કુલ મોતનો આંકડો 8 પર પહોંચી ગયો છે. આદિવાસી બહુમતીવાળા ભુલવાણ ગામમાં નવ દિવસીય ધાર્મિક ઉત્સવ પૂર્ણ થયા બાદ સોમવારે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચાર લોકો ખોરાક ખાધા પછી મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું. જેમાંથી બેની સ્થિતિ ગંભીર હતી. જેનું મંગળવારે અવસાન થયું હતું.

પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું કે આ કેસમાં મંગળવારે વધુ 2 ગ્રામજનોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 08 પર પહોંચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે. તેમણે કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને ઝેરનું સ્વરૂપ જાણવા માટે ફોરેન્સિક પરીક્ષા માટે વિસેરા અને અન્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

વિસેરા રિપોર્ટથી પડદો હટશે
જોયસરે જણાવ્યું હતું કે ગામલોકોએ જે કંઈ ખાધું હશે તેમાં જંતુનાશક તત્વો મળી શકે છે તે વાતનો અમે ઈન્કાર કરી શકતા નથી. માત્ર વિસેરા રિપોર્ટ જ ચોક્કસ કારણ નક્કી કરવામાં મદદ કરી શકે છે. અમે હજુ આ ઘટના અંગે ગ્રામજનોની પૂછપરછ કરવાની બાકી છે, પરંતુ તેઓ હજુ પણ શોકમાં છે અને ઝેરની અસરથી સાજા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : પોરબંદરમાં મહત્વના 22 સ્થળો પર ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ લદાયો

 

Next Video