
જો તમારા ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. દાહોદના અફવા ગામમા એક ચેતવણી રુપ ઘટના સામે આવી છે. જેમા માતા ચુલા પર ગરમ પાણી મુકીને ઘરના અન્ય કામ – કાજ કરી રહી હતી. ત્યારે બાળક રમતાં-રમતાં ચુલા પાસે પહોંચી ગયું હતુ. અને તેના પર ગરમ પાણી પડતાં તે દાઝી ગયું હતું. બાળક દાઝતા જ ચીસાચીસ કરતા માતા સહિત ઘરના અન્ય પરિવારજનોને જાણ થઈ હતી. જાણ થતા જ પરિવારજનો તેને તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમારે વધારે ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : VIDEO : સુરતના અબજોપતિ હીરાના વેપારીની દીકરી સંયમના માર્ગે, 35 હજાર લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી
આ અગાઉ પણ સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
ચેતવણીરૂપ ઘટના: ચુલા પર મુકેલા ગરમ પાણીથી બે વર્ષનું બાળક દાઝી જતા ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ #Dahod #Gujarat #TV9News pic.twitter.com/QOzV60J3bU
— Tv9 Gujarati (@tv9gujarati) January 19, 2023
Published On - 9:47 am, Thu, 19 January 23