Cyclone Biparjoy: અબડાસાના ધારાસભ્ય વાવાઝોડુ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરશે, જુઓ Video

|

Jun 15, 2023 | 10:39 PM

સાદાઈ માટે જાણીતા ધારાસભ્ય ચિંતામાં જોવા મળ્યા છે. જેમાં તેવો મામલતદાર કચેરીએ લેંડફોલ સમયે સતત પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ હાથમાં માળા લઈને ખૂબ ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેવો વાવાઝોડું પૂર્ણ ન થાય ત્યાં સુધી માળા કરશે. તેમજ રાતભર ધારાસભ્ય અહી જ રોકાશે.

કચ્છમાં Cyclone Biparjoy લેન્ડ ફોલ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. તેવા સમયે કચ્છમાં સૌથી વધુ નુકશાન થવાની ભીતિ છે. ત્યારે વાવાઝોડા સમયે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ જાડેજા અલગ અંદાજ જોવા મળ્યા. સાદાઈ માટે જાણીતા ધારાસભ્ય ચિંતામાં જોવા મળ્યા છે. જેમાં તેવો મામલતદાર કચેરીએ લેંડફોલ સમયે સતત પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ હાથમાં માળા લઈને ખૂબ ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેવો વાવાઝોડું પૂર્ણ ન થાય ત્યાં સુધી માળા કરશે. તેમજ રાતભર ધારાસભ્ય અહી જ રોકાશે.

કચ્છમાં વાવાઝોડાથી નુકશાનીનો આંકડો સામે આવ્યો છે. જેમાં ભુજમાં અને 7 પશુના મોત થયા છે. કચ્છમા 7 પશુઓના મોત થયા છે. જ્યારે ગાંધીધામમા કરંટ લાગવાથી બે પશુઓના મોત છે. આ ઉપરાંત કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાયી થયા છે. કચ્છના ભુજ,નખત્રાણા,અબડાસા વિસ્તાર સહિત કુલ 157 વીજપોલ ધરાશાયી થયા છે.

જયારે કચ્છમા વાવાઝોડા બાદ બંધ થયેલ બે રસ્તાઓ ફરી પુર્વવત કરાયા છે. તેમજ નખત્રાણા-ભુજ અને નલિયા-ભુજ વચ્ચે ઝાડ પડતા રસ્તો અવરોધાયો હતો

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. આ અંગે આઇએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, Cyclone Biparjoy જખૌથી 70 કિમી દૂર છે. જે ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.જેના લીધે ભારે વરસાદ ચાલુ છે અને લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ છે. સમુદ્ર તટ પર 115થી 125ની સ્પીડ સાથે બિપરજોય ટકરાશે.

Biparjoy વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.

અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ધાર્મિક સ્થળો પર સતર્કતા વર્તવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિર બંધ રાખવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ છે. તો આ તરફ ચોટીલા મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video