રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે સોમનાથના મહાદેવ મંદિરમાં મહાઅભિષેક કરવામાં આવ્યો. વાવાઝોડાના સંકટને ટાળવા ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી. બ્રાહ્મણોએ ભગવાન શિવને ઘી, દહીં, મધ, દૂધ અર્પણ કરીને વાવાઝોડાનું સંકટ ટાળવા પ્રાર્થના કરી. વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય તે માટે બ્રાહ્મણોએ ભગવાનનો અભિષેક કર્યો.
આ પણ વાંચો : Biparjoy Cyclone: ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી, જુઓ Video
દેશ અને રાજ્યમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ કે નુકસાન ન થાય તે માટે ભગવાન મહાદેવનો મહાઅભિષેક કરવામાં આવ્યો. પ્રભાસ તીર્થ સોમપુરાના પુરોહિતો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી. બિપોરજોય વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં તંત્રએ તમામ તૈયારી કરી છે. જેથી આપાતકાલીન સમયમાં સાવચેતી રાખી શકાય. ત્યારે ધાર્મિક વિશ્વાસ સાથે વાવાઝોડાના સંકટને ટાળવા પૂજા-અર્ચના કરીને મહાઅભિષેક કરાયો.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો