કડી અને જોટાણા માર્કેટયાર્ડમાં જણસી ભારે કમોસમી વરસાદમાં પલળી ગઈ, જુઓ

author
| Edited By: | Updated on: Nov 26, 2023 | 6:09 PM

મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને લઈ માર્કેટ યાર્ડમાં રહેલ ખેતીનો પાક પલળ્યો હોવાના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ જણસીને સલામત ખસેડવા કે ઢાંકવાની સમસ્યાને લઈ પલળવાને લઈ નુક્સાન પહોંચ્યુ છે. કડી અને જોટાણાના માર્કેટ યાર્ડમાં પાક પલળ્યો હોવાના સમાચાર છે.

ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ સવારથી જ અનેક વિસ્તારમાં વરસ્યો છે. વરસાદની આગાહી હવામાન વિભાગે પહેલાથી જ કરી હતી. જે મુજબ વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાયા હતા. હવામાનની આગાહીને પગલે માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાં સૂચનાઓ પણ અપાઈ હતી. પરંતુ કડી અને જોટાણાના માર્કેટયાર્ડમાં ખેતી પાક પલળી ગયો હતો.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં પેટ્રોલપંપમાં તસ્કર ત્રાટક્યા, ઓફિસમાં ઘૂસી 1.93 લાખની રોકડ રકમની ચોરી આચરી

ખેતી પાકને પલળતો બચાવવા માટે પ્રયાસ અંતિમ ઘડીએ કરવામાં આવ્યો હતો. જોકે તે પ્રયાસ સમય વિત્યા બાદનો હોય એમ નુક્સાન વેઠવુ પડ્યુ છે. દિવસોની મહેનત બાદ ખેડૂતે તૈયાર કરેલ પાક ઘડીભરમાં પલળી જવા પામ્યો હતો. જેને લઈ રીતસરની બેદરકારી ભરી સ્થિતિ હોય એવો રોષ દ્રશ્ય જોનારાઓને થઈ આવ્યો છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 26, 2023 02:49 PM