રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

|

Mar 02, 2024 | 3:24 PM

હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કેટલાક વિસ્તારને લઈ બેદરકારી જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસી પલળી જવાના સમાચાર સામે આવ્યા છે. પાટણના રાધનપુર માર્કેટયાર્ડમાં પણ ખુલ્લામાં રાખેલા એરંડાનો પાક પલળી જવા પામ્યો હતો. હવામાન વિભાગની આગાહીને લઈ કેટલાક વિસ્તારોમાં અગાઉથી જ તકેદારી રાખવા માટે સૂચનાઓ અપાઇ હતી.

હવામાન વિભાગની અગાઉથી જ આગાહી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક પળવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં અગાઉથી જ સૂચનાઓ કરવામા આવી હતી કે માર્કેટયાર્ડમાં પાક ખૂલ્લામાં ના રહે અને સલામત સ્થળે ખસેડી લેવામાં આવે છે. આ દરમિયાન પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલ દિવેલાનો પાક પલળી જવા પામ્યો હતો.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલ એરંડાના પાકની બોરીઓ વરસાદમાં પલળી જવા પામી હતી. પાક પલળવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઇ ગયા હતા. ખેડૂતોએ મહેનત કરીને પકવેલા પાકને પલળતો જોઇને જીવ બળવાની સ્થિતિ સર્જાઇ હતી. ભલે એ પાકને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં વેચી દીધો હોય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video