Surat : વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, વધુ 8 વ્યાજખોરની પાસા હેઠળ ધરપકડ કરાઈ

| Edited By: | Updated on: Jan 21, 2023 | 2:12 PM

પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો છે. અને કડક કાર્યવાહી ચાલી રહી છે.છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે.જેમાંથી 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે, ત્યારે પોલીસે વધુ આઠ વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ તમામ વ્યાજખોરોને અમદાવાદ, નડીયાદ અને વડોદરાની જેલમાં મોકલાયા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો છે. અને કડક કાર્યવાહી ચાલી રહી છે.છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે.જેમાંથી 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વ્યાજખોરો સામે પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી

તો આ તરફ રાજકોટશહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના ભૂણાવાના ખેડૂતોની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. એક ખેડૂતે 2015 માં ત્રણ વ્યાજખોરો પાસેથી ધંધા માટે લીધા હતા રૂપિયા. પાંચ ટકાના માસિક વ્યાજે રૂપિયા 50 લાખ લીધા. જેમાં 50 લાખની સામે વ્યાજખોરોએ 1.37 કરોડ પડાવી લીધા. 1.37 કરોડ પડાવી લીધા હોવા છતાં વધુ રૂપિયા માગતા હોવાનુ પણ પિડીતે જણાવ્યુ છે. વધુ પૈસા ન આપતા જમીન પડાવી લેવા આપતા હતા ધમકી. તો 4 એકર જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હોવાનો આક્ષેપ છે.

(વીથ ઈનપૂટ- બળદેવ સુથાર, સુરત)

Published on: Jan 21, 2023 01:31 PM