Gandhinagar : હવે ગૌશાળાના સંચાલકો લડી લેવાના મૂડમાં, માગ ન સંતોષાતા પારાવાર રોષ

|

Sep 06, 2022 | 9:42 AM

સંચાલકોએ જણાવ્યું કે, જો સરકાર આગામી સમયમાં સહાય જાહેર નહિ કરે તો અમે ગૌશાળાની ચાવીઓ સરકારને સોંપી જઈશુ, પછી તમામ ગૌશાળાની જવાબદારી સરકારની રહેશે.

ગાંધીનગરમાં (Gandhinagar) ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોમાં પણ રોષ જોવા મળ્યો. મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પાંજરાપોળને સરકાર સહાય (gujarat govt) આપે તે માટે રજૂઆત કરી હતી. પરંતુ CM તરફથી કોઈ બાંહેધરી ન મળતા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશનમાં આક્રોષ વ્યાપ્યો હતો. અને બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં ગૌ શાળા સંચાલકોના અધિવેશનમાં વિરોધ પ્રદર્શનની (Protest) ચીમકી ઉચ્ચારી હતી.

સાથે જ આક્ષેપ લગાવ્યો હતો કે, “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સરકારે 500 કરોડની જાહેરાત કરી પણ તેનો એક પણ રૂપિયો ગૌશાળાને (Gaushala) મળ્યો નથી. જો સરકાર આગામી સમયમાં સહાય જાહેર નહિ કરે તો અમે ગૌશાળાની ચાવીઓ સરકારને સોંપી જઈશુ, પછી તમામ ગૌશાળાની જવાબદારી સરકારની રહેશે..”

રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી રખડતા ઢોર (Stray Cattle)ની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે (High court) રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત DGP અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) ફટકાર લગાવી હતી.

Next Video