છોટા ઉદેપુર વીડિયો : કમોસમી વરસાદનું પાણી માર્કેટ યાર્ડમાં ઘૂસ્યુ, કપાસ પાણીથી તરબોળ થતા ભારે નુકસાન

છોટા ઉદેપુર વીડિયો : કમોસમી વરસાદનું પાણી માર્કેટ યાર્ડમાં ઘૂસ્યુ, કપાસ પાણીથી તરબોળ થતા ભારે નુકસાન

| Edited By: | Updated on: Jan 10, 2024 | 2:22 PM

છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે બોડેલી તાલુકામાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. બોડેલી, ઢોકલીયા, અલીપુરામાં વરસાદ વરસ્યો છે. માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે.

આ પણ વાંચો- વાઈબ્રન્ટ ગુજરાતમાં ગૌતમ અદાણીની જાહેરાત, કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે, એક લાખ લોકોને રોજગારી આપશે

ભર શિયાળામાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદે ન ઠંડીના વાતાવરણ વચ્ચે વરસાદે વિનાશ વેર્યો છે. માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ફરી વળતા પાક પલળી ગયો છે. કપાસના પાક પર પાણી ફરી વળ્યુ છે. કપાસ પાણીમાં તરબોળ થઇ ગયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.