ઓફલાઈન શિક્ષણનાં ધમધમાટ વચ્ચે રાજકોટની 4 શાળામાં કોરોના વિસ્ફોટ, ત્રણ શાળા એક સપ્તાહ માટે બંધ

|

Dec 17, 2021 | 3:17 PM

ઓફલાઇન શિક્ષણ આપતી જે ત્રણ શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે તે ત્રણ શાળાઓેને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં શાળાઓ(Schools) શરુ થતા જ શાળાઓમાં સંક્રમણ પણ વધવા લાગ્યુ છે. જેના પગલે રાજ્યભરની શાળાઓમાં વાલીઓ(Guardians)માં ચિંતા વધી છે. રાજકોટ(Rajkot) શહેરની શાળામાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજકોટમાં ચાર જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ(Students) અને શિક્ષક સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છે.

 

રાજકોટની શાળાઓમાં કોરોના

રાજકોટ શહેરમાં કેટલીક શાળાઓ ઓફલાઇન શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યુ છે. શાળાઓ શરુ થઇ જવાના કારણે કોરોનાએ શાળાઓમાં પ્રવેશ કરવા માંડ્યો છે. રાજકોટમાં કેટલીક શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટ શહેરની SNK શાળામાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેને લઇને શાળા સહિત આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. જ્યારે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના ધોરણ-5ના વિદ્યાર્થીને કોરોના થયો છે.. તો બીજીતરફ એમવી ઘુલેશિયા શાળાના એક શિક્ષક પણ કોરોના સંક્રમિત છે.

ઓનલાઇન ભણતી વિદ્યાર્થિની સંક્રમિત

બીજી તરફ ઓનલાઇન શિક્ષણ લેતી એક વિદ્યાર્થિનીને પણ કોરોના થયો હોવાની માહિતી છે. આ વિદ્યાર્થિની નિર્મલા કોન્વેન્ટ શાળામાં ઓનલાઇન અભ્યાસ મેળવતી હતી. જોકે આ વિદ્યાર્થિની ઓનલાઇન શિક્ષણ મેળવતી હોવાથી શાળા તંત્ર માટે ચિંતાનો વિષય રહ્યો નથી. કારણકે આ વિદ્યાર્થિની શાળા સંકુલમાં કોઇના સંપર્કમાં આવી નથી,

ત્રણ શાળાઓ એક સપ્તાહ બંધ

રાજકોટમાં ચાર શાળાઓમાં કોરોનાના કેસ સામે આવવાના કારણે વાલીઓની ચિંતા વધી છે. બીજી તરફ શાળાનું કાર્ય ચાલુ રાખવુ શાળા તંત્ર માટે પડકાર જનક બની ગયુ છે. જેથી ઓફલાઇન શિક્ષણ આપતી જે ત્રણ શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે તે ત્રણ શાળાઓેને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

આ પણ વાંચોઃ OMG : મહિલાને કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવું ભારે પડ્યું ! સોસાયટીએ આઠ લાખનો ફટકાર્યો દંડ

Next Video