Junagadh : જેલમાં આરોપીના જન્મદિવસની ઉજવણીના મુદ્દે ચાર જેલ કર્મીઓની બદલી કરાઇ

|

Feb 15, 2022 | 4:45 PM

જૂનાગઢ જેલની સુરક્ષા મજબૂત કરવા માટે બે જેલરની નિમણૂંક કરાઇ છે.. ભાવનગર જેલના જેલર આર.બી. મકવાણા અને સાબરમતી સેન્ટ્રલ જેલના જેલર બી.આઇ. રાવની જૂનાગઢ જેલ ખાતે નિમણૂંક કરાઇ છે

જૂનાગઢ(Junagadh) જેલમાં થોડા દિવસ અગાઉ આરોપી દ્વારા જન્મદિવસની ઉજવણીનો (Birthday Celebration)  વીડિયો વાયરલ થયા બાદ જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના ચારની બદલી(Transfer)  કરાઇ છે. જેમાં જૂનાગઢ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એમ.જી. રબારીની બદલી ગલપાદાર જેલમાં કરાઇ છે. તો જેલ સુપરિન્ટેન્ડેન્ટ એલ.વી.પરમારની બદલી રાજકોટ જેલમાં કરાઇ છે. જેલર એફ.એસ.મલેકની બદલી ભાવનગર જેલમાં , સુબેદાર નાથાભાઇ ચુડાસમાની પલારા જેલમાં અને સિપાઇ ભરત પરમારની લાજપોર જેલમાં બદલાઇ કરાઇ છે.તો જૂનાગઢ જેલની સુરક્ષા મજબૂત કરવા માટે બે જેલરની નિમણૂંક કરાઇ છે.. ભાવનગર જેલના જેલર આર.બી. મકવાણા અને સાબરમતી સેન્ટ્રલ જેલના જેલર બી.આઇ. રાવની જૂનાગઢ જેલ ખાતે નિમણૂંક કરાઇ છે.. તો નવા સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ડી.એન.ગોહિલની નિમણૂંક કરાઇ છે.

જ્યારે નવા સુપરિન્ટેન્ડેન્ટ ડી.એન.ગોહિલ દ્વારા જેલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરાઇ હતી. તેમજ આ પ્રકારની ઘટના ન બને તે માટે તમામ કર્મચારીઓને તાકીદ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જે વીડિયો વાયરલ થયો હતો તેમા જેલની અંદર આરોપી કેક કાપી રહ્યા છે, અને ફટાકડા ફોડી રહ્યા છે. જન્મદિવસની આ ઉજવણીમાં કેટલાક શખ્સોના હાથમાં બીયરનું કેન પણ દેખાઈ રહ્યું છે. જેલમાં જે આરોપી છે તેની ઓળખ યુવરાજ માંજરિયા તરીકે કરાઈ છે. યુવરાજ પોતાની સગી બહેનની હત્યાના ગુનામાં જૂનાગઢ જેલમાં બંધ છે. દાવો કરાયો છે કે, વીડિયો બીજી ફેબ્રુઆરીનો છે. જન્મદિવસની ઉજવણી માટે આરોપીના મિત્રો પણ જેલમાં પ્રવેશ્યા હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોથી હાલ તો અનેક સવાલો ઉઠ્યા હતા.

 આ પણ વાંચો : Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહી હતી મેચ

 આ પણ વાંચો : Rajkot: ખાદ્ય તેલના ભાવોમાં ભડકો, ત્રણ દિવસમાં 5થી લઇને 30 રૂપિયા સુધીનો વધારો

Published On - 4:45 pm, Tue, 15 February 22

Next Video