ડાકોર VIP દર્શનનો વિવાદ વકર્યો, હિંદુ સંગઠનો બાદ સરપંચ એસોસિએશન, કરણી અને ક્ષત્રિય સેનાએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

|

Aug 28, 2023 | 6:17 PM

ડાકોરમાં VIP દર્શન બંધ કરવાની માગ સાથે વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં VIP દર્શન બંધ સહિત અધિકારીને વિવિધ સાત માંગની રજૂઆત કરાઈ હતી.

Kheda : ડાકોર (Dakor) VIP દર્શનનો વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. હિંદુ સંગઠનો બાદ હવે સરપંચ એસોસિએશન, કરણી સેના અને ક્ષત્રિય સેના મેદાનમાં આવ્યા છે. આ સંગઠનોએ રૂપિયા લઇને ડાકોરમાં VIP દર્શન બંધ કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં VIP દર્શન બંધ સહિત અધિકારીને વિવિધ સાત માગની રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો Dakor: ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, નિર્ણય પાછો નહીં લેવાય તો આંદોલનની ચીમકી, જુઓ Video

વિરોધ સમિતિઓની સાત માગ પર નજર કરીએ તો, રૂપિયા લઇને ડાકોરમાં VIP દર્શન બંધ થવા જોઇએ, સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જોઈએ, બોડાણાજીનું પુરાતન મંદિરનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે, આ સાથે ડાકોર મંદિરમાં સારું અન્નક્ષેત્રનું નિર્માણ થાય તેમજ ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે આ ઉપરાંત ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

 ખેડા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video