Rajkot: પેટ્રોલ પંપ પર 2 હજારની નોટને લઈ વધી તકરાર, પેટ્રોલ પંપ સંચાલકોએ 2 હજારની નોટ લેવાનું બંધ કરતા વિવાદ

|

May 22, 2023 | 10:33 PM

રાજકોટમાં 2 હજારની નોટ વટાવવાને લઈ પેટ્રોલ પંપના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે પણ બોલાચાલી વધી છે. રાજકોટ સાથે અન્ય સ્થળોએ પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ 2 હજારના છૂટને લઈને હશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી.

રાજકોટના પેટ્રોલ પંપો પર 2 હજારની નોટને લઈ તકરાર વધી છે. કેટલાક લોકો 100 કે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને 2 હજારની નોટ આપે છે. જેથી પેટ્રોલ પંપના સ્ટાફને છુટા પરત આપવામાં મુશ્કેલી થાય છે. 2 હજારની નોટ વટાવવાને લઈ પેટ્રોલ પંપના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે પણ બોલાચાલી વધી છે. RBI દ્વારા નોટ પરત કરવાની જાહેરાત કરાતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. પોતાની પાસે રહેલી 2 હજારની નોટ લઈને ફરી લાઈનમાં ઊભું રહેવું પડશે તેને લઈ હવે લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચી જાય છે, જેને લઈ વિવિદ ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો, સોજીબ નામના બાંગ્લાદેશીની કરી ધરપકડ

રાજકોટના પેટ્રોલ પંપો પર ઉપર આવા જ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. આ સંઘર્ષ નિવારવા માટે કેટલાક પેટ્રોલ પંપે 2 હજારની નોટના છુટા આપવાનું બંધ કર્યું છે. પેટ્રોલ પંપ સંચાલકો કહ્યું કે જો કારના ચાલકો 2 હજારની નોટ આપીને બધી રકમનું પેટ્રોલ પુરાવે તો અમે આપીએ જ છીએ. અમે માત્ર છુટા રૂપિયાની અગવડ પડતી હોવાથી જ 2 હજારની નોટ લેવાનું બંધ કર્યું છે. જોકે રાજકોટ સાથે અન્ય સ્થળોએ પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ 2 હજારના છૂટને લઈને હશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video