Navsari: સ્કૂલ વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે પોસ્ટ કર્યો અશ્લીલ વીડિયો, સ્કૂલ સંચાલકોએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી

author
| Edited By: | Updated on: Apr 02, 2022 | 12:02 PM

ખૂબ જ ઘૃણાસ્પદ કહી શકાય તેવી આ ઘટના બાદ અનેક સવાલો સર્જાયા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ શિક્ષકે જાણી જોઇને વીડિયો પોસ્ટ કર્યો પછી ભુલથી વીડિયો પોસ્ટ થયો હશે. જો ભુલ જ થઇ હતી તો કેમ ધ્યાન પર આવ્યા બાદ વીડિયો ડિલિટ ન કર્યો.

શિક્ષણ જગત ફરી એકવાર શર્મશાર થયુ છે. નવસારી (Navsari) ના જલાલપોરની એક ખાનગી શાળા (Private School)ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરાતા વિવાદ થયો છે. જો કે વિવાદ એટલે પણ થયો છે કે આ અશ્લીલ વીડિયો અન્ય કોઈ નહીં, પરંતુ શાળાના શિક્ષક (Teacher) દ્વારા જ પોસ્ટ કરવામાં આવ્યો. જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓએ આ મામલે શાળાના આચાર્યને ફરિયાદ પણ કરી છે તો શાળાના સંચાલકોએ પણ શિક્ષક વિરુદ્ધ બનતી કાર્યવાહીની તૈયારી દર્શાવી છે.

Navsari: Controversy after teacher uploads obscene video in WhatsApp group of students |TV9News

વાત કંઈક એમ છે કે નવસારીના જલાલપોરમાં આવેલી શાળાના ધોરણ 7ના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક અશ્લીલ વીડિયો પોસ્ટ થયો હતો. આ વીડિયો અન્ય કોઈ નહીં, પરંતુ એક શિક્ષકે પોસ્ટ કર્યો હતો. ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થતા જ વાલીઓમાં રોષ ભભુક્યો અને આચાર્યને ફરિયાદ કરી. મામલો એટલી હદે વકર્યો કે વાલીઓએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. જોકે સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો છે કે પુરુષોત્તમ પુરોહીત નામનો શિક્ષક સતત ગેરહાજર રહેતો હતો અને અયોગ્ય વર્તનને પગલે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે તેણે ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુક્યો હતો. જોકે સ્કૂલ સંચાલકોએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી છે. સાથે જ કડક કાર્યવાહીની પણ માગ કરી છે.

ખૂબ જ ઘૃણાસ્પદ કહી શકાય તેવી આ ઘટના બાદ અનેક સવાલો સર્જાયા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ શિક્ષકે જાણી જોઈને વીડિયો પોસ્ટ કર્યો પછી ભુલથી વીડિયો પોસ્ટ થયો હશે. જો ભુલ જ થઈ હતી તો કેમ ધ્યાન પર આવ્યા બાદ વીડિયો ડિલિટ ન કર્યો. એક જવાબદાર શિક્ષક કેવી રીતે આવી બિભસ્ત ભુલ કરી શકે. ત્યારે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે શું બાળકોનું મગજ ભ્રમિત કરતી પોસ્ટ બાદ શિક્ષક સામે કાર્યવાહી થશે ?

આ પણ વાંચો-

ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

આ પણ વાંચો-

Arvind Kejriwal Rally Live Updates: અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉતર્યા ગુજરાતના રોડ પર