બનાસકાંઠાના છાપીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગતા પોલીસ એક્શનમાં

|

Oct 29, 2023 | 7:16 PM

ઈઝરાયેલ પર હમાસ દ્વારા હુમલા બાદ હવે યુદ્ધ છેડાઈ ગયુ છે. હમાસના ઠેકાણાઓ પર ઈઝરાયેલની સેના દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે અને અપહરણ કરાયેલા લોકોને છોડવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલાક લોકો હમાસ અને પેલેસ્ટાઈનનુ સમર્થન કરીને શાંતીની વાતો કરી રહ્યા છે. તો ઈઝરાયેલનો વિરોધ કરીને હમાસને સમર્થન પણ કેટલાક લોકો આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ બોયકોટ ઈઝરાયેલના પોસ્ટર લગાવી અજાણ્યા લોકોએ સ્થાનિક શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અજાણ્યા લોકોએ શાંતિ ડહોળવા માટે થઈને આ વિવાદીત પોસ્ટર લગાવ્યા હોવાનુ પ્રાથમિક રીતે લાગ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ

પોલીસ હાલ તો આ પોસ્ટર દૂર કરી દઈને તેને ચીપકાવનારા લોકોની શોધખોળ શરુ કરી છે. પોલીસે આ માટે આસપાસના વિસ્તારના CCTV સહિત ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ શરુ કરી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે આ પહેલા પણ આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે બનાસકાંઠા જિલ્લામાં આવા પોસ્ટર લાગવાને લઈ પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:12 pm, Sun, 29 October 23

Next Video