Rajkot : આજે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાશે, રઘુ શર્મા સહિતના નેતાઓ રહેશે હાજર

|

May 19, 2022 | 9:43 AM

આ બેઠકમાં રઘુ શર્મા, (Raghu Sharma) જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહેશે. ઉપરાંત રઘુ શર્મા રાજકોટમાં નરેશ પટેલ સાથે પણ બેઠક કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) આ વર્ષના અંતમાં યોજાશે. ત્‍યારે કોંગ્રેસે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.રાજ્યના 4 ઝોનમાં તૈયારીઓના ધમધમાટરૂપે બેઠકોનો દોર સૌરાષ્ટ્રથી (Saurashtra) શરૂ થશે. જે અંતર્ગત રાજકોટમાં આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત સૌરાષ્ટ્ર્ર કોંગ્રેસના (Congress) નેતાઓ અને પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહશે.ગુજરાત કોંગ્રેસમાંથી જે રીતે એક પછી એક મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ ઘડવી તેના પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

ઉપરાંત એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કારોબારી બેઠક પૂર્વે રઘુ શર્મા (Raghu Sharma) પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh Patel) સાથે બેઠક કરી શકે છે..છેલ્લા કેટલાક દિવસોથી પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે રઘુ શર્મા અને નરેશ પટેલ વચ્ચે થનારી બેઠક પર સૌ કોઈની નજર છે.

કોંગ્રેસની હાલ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ

કોંગ્રેસની હાલ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ છે, છેલ્લા એક મહિનામાં ઘણા કોંગ્રેસ (Congress Party) નેતાઓએ કેસરિયા ધારણ કરીને કોંગ્રેસને ઝટકો આપ્યો છે.તેની વચ્ચે હવે પાટીદાર યુવા નેતાએ પણ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.સોનિયા ગાંધીને આપેલા રાજીનામામાં (Hardik Patel Resign) હાર્દિકે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા છે. હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે, ત્યારે હાર્દિક પટેલ સવારે 11 કલાકે પત્રકાર પરિષદ યોજશે. જેમાં હાર્દિક પટેલ મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.આ પત્રકાર પરિષદથી હાર્દિક પટેલનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.

Published On - 9:37 am, Thu, 19 May 22

Next Video