નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા કવાયત તેજ, નરેશ પટેલને મળવા ફાર્મ હાઉસ પહોંચ્યા કોંગ્રેસી નેતાઓ

|

May 19, 2022 | 12:41 PM

Rajkot : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે, ત્યારે ભાજપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Rajkot News : પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલના (Naresh Patel) કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ તરફ નરેશ પટેલને પક્ષમાં જોડવા માટે પણ કોંગ્રેસના (Congress Party) મોટા નેતાઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે.. તેવામાં રાજકોટ ખાતે મળનારી કોંગ્રેસની કારોબારી બેઠક પૂર્વે કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને મળવા તેમના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જો કે આ બેઠકમાં કોઈપણ રાજકીય ચર્ચાઓ ન થઈ હોવાનું અને આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે. મહત્વનું છે કે પાટીદાર સમાજના (Patidar Community) અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાર્ટી મજબૂત થશે તેવું ચોક્કસપણે કોંગ્રેસ માની રહી છે. આ મુલાકાત બાદ પણ નરેશ પટેલ કોંગેસમાં જોડાશે કે કેમ તે અંગે હજી ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. ત્‍યારે ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના 4 ઝોનમાં તૈયારીઓના ધમધમાટરૂપે બેઠકોનો દોર સૌરાષ્ટ્રથી (Saurashtra) શરૂ થશે. જે અંતર્ગત રાજકોટમાં આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળશે.

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત સૌરાષ્ટ્ર્ર કોંગ્રેસના (Congress) નેતાઓ અને પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહશે. ગુજરાત કોંગ્રેસમાંથી જે રીતે એક પછી એક મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં કેવી રણનીતિ ઘડવી તેના પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ બેઠક પહેલા કોંગ્રેસી નેતાઓ નરેશ પટેલને મળવા ફાર્મ હાઉસ પહોંચ્યા હતા.

Next Video