VIDEO : કોંગ્રેસના ધારાસભ્ય ભૂલ્યા ભાન, BJP નેતાઓ વિશે ગેનીબેન ઠાકોરે એવો બફાટ કર્યો કે ન પુછો વાત…!

|

May 23, 2022 | 9:05 AM

ગેની ઠાકોરે (Geniben Thakor) હજારોની મેદની વચ્ચે એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે,જેને સભ્ય સમાજમાં કોઇ જ સ્થાન નથી.MLA ગેની ઠાકોરે આપત્તિજનક શબ્દો ભાજપના નેતાઓ માટે વાપર્યા હતા.

કોંગ્રેસના નેતા (Congress Leader)  હવે અપશબ્દોની રાજનીતિ કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. કંઇક આવી જ અપશબ્દોની રાજનીતિ બનાસકાંઠામાં (Banaskantha) જોવા મળી. જ્યાં વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે (Geniben Thakor)  જાહેરમંચ પરથી વાણીવિલાસ કર્યો .ગેની ઠાકોરે હજારોની મેદની વચ્ચે એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે,જેને સભ્ય સમાજમાં કોઇ જ સ્થાન નથી. તમને જણાવી દઇએ કે ગેની ઠાકોરે આપત્તિજનક શબ્દો ભાજપના નેતાઓ માટે વાપર્યા હતા. જનવેદના સભાના મંચ પરથી ગેની ઠાકોરે ભાજપના (BJP) નેતાઓ માટે ન બોલવાના શબ્દો બોલ્યા અને રાજનીતિની તમામ મર્યાદાઓ પાર કરી નાખી.

 BJP પર આકરા પ્રહારો કરતાં ભાન ભૂલ્યા ગેનીબેન

તમને જણાવવુ રહ્યું કે, વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં બનાસકાંઠાના વાવમાં(VAV)  કોંગ્રેસ દ્વારા જનવેદના સભામાં યોજાઇ હતી. આ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, તમારા રાજમાં બેન-દીકરીઓ સુરક્ષિત નથી. ત્યારબાદ આગળ બોલતા તેમની જીભ લપસી હતી અને ગેનીબેન જાહેરમાં જ આપત્તિજનક ટિપ્પણી કરી બેઠા હતા. પ્રજા પ્રતિનિધિ તરીકે ગેનીબેને અસભ્ય ભાષાનો પ્રયોગ કરી ભાજપ પ્રહાર કરતાં સભામાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

ગેનીબેને રાજનીતિની તમામ મર્યાદાઓ પાર કરી

એક ધારાસભ્યએ કરેલો વાણીવિલાસ અનેક સવાલો સર્જનારો છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે ધારાસભ્ય ગેની ઠાકોરનો વાણીવિલાસ કેટલો યોગ્ય ? કેમ જાહેરમંચ પરથી ધારાસભ્યએ કર્યો વાણીવિલાસ ? શું ચૂંટાયેલા પ્રતિનિધિને આવો વાણીવિલાસ શોભે ? ધારાસભ્ય ગેની ઠાકોર કેમ ન બોલવાના શબ્દો બોલ્યા ? ધારાસભ્યના અપશબ્દોની પ્રજા પર કેવી અસર થશે ? પ્રજાના પ્રતિનિધિ કેમ રાજનીતિની મર્યાદા તોડી રહ્યા છે ? કોંગ્રેસના ધારાસભ્ય કેમ અપશબ્દોની રાજનીતિ કરે છે ? જાહેરમાં અપશબ્દો બોલી ધારાસભ્ય શું સાબિત કરવા માંગે છે…

Published On - 8:56 am, Mon, 23 May 22

Next Video