છોટાઉદેપુરઃ કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવાની પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો ?

|

May 05, 2022 | 8:15 AM

કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાના (Naran rathwa) પુત્ર છે. રાઠવા જાતિના દાખલાના મુદ્દે સંગ્રામ રાઠવાએ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

છોટાઉદેપુરમાં (Chhota Udepur) કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવાની (Sangramsinh Rathwa) પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ આજે CMના કાર્યક્રમમાં વિરોધ કરવાની શક્યતાને લઈને તેઓને ડિટેન કરાયા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાના (Naran rathwa) પુત્ર છે. રાઠવા જાતિના દાખલાના મુદ્દે સંગ્રામ રાઠવાએ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હાલ પોલીસની આ કાર્યવાહીને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ વરણી

ઉલ્લખનીય છે કે, નવેમ્બર મહિનામાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાની બિનહરીફ વરણી થઈ હતી. અગાઉ સત્તાધારી બસપાના જ પ્રમુખ અને ઉપપ્રમુખને કોંગ્રેસ, ભાજપ એકસાથે આવી અપક્ષો અને ખુદ બસપાના બે સભ્યોને સાથે લઈ સત્તાથી દૂર કર્યા અને હવે બસપાએ કોંગ્રેસને ટેકો આપી BJPને સત્તાથી દૂર રાખ્યા છે. પાલિકાના ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ તો કુલ 28 પૈકી બસપાના 09, કોંગ્રેસના 08, બીજેપી 04, બિટીપી 02 અને અપક્ષો 05 છે. કોંગ્રેસના દિગગજ અને રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાના સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા છેલ્લા દોડ વર્ષથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હતો.

કોંગ્રેસની મુશ્કેલી વધી

આ પહેલા ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ ધરાવનાર મોહનસિંહ રાઠવાએ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી હતી. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા દિગ્ગજ કહેવાતા નેતાએ પીછહટ કરતા કોંગ્રેસની ચિંતા વધી છે.મોહનસિંહ રાઠવા 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. સાથે જ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ એમના નામે છે.હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

Next Video