Gujarat Election 2022: ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કર્યો મોટો દાવો, પ્રથમ તબક્કાના મતદાનમાં કૉંગ્રેસને 65 બેઠક મળશે

|

Dec 03, 2022 | 3:08 PM

Gujarat assembly election 2022: બીજા તબક્કાના મતદાનને બે દિવસની વાર છે, ત્યારે પ્રથમ તબક્કામાં કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનો કૉંગ્રેસે દાવો કર્યો છે. પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો કે, કૉંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 89માંથી 65 બેઠકો જીતી રહી છે

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાને ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી છે. ત્યારે ઓછું મતદાન પોતાની તરફેણમાં થયું હોવાનો દાવો ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ કર્યો છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસની વાર છે, ત્યારે પ્રથમ તબક્કામાં કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનો કૉંગ્રેસે દાવો કર્યો છે. પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો કે, કૉંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 89માંથી 65 બેઠકો જીતી રહી છે. જેની પાછળ ઉમેદવાર સહિત રાજ્યના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓની મહેનત જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણી પર બારીકાઇથી નજર રાખી હોવાનો દાવો રઘુ શર્માએ કર્યો.

એક તરફ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ગઇકાલે જણાવ્યું હતુ કે 63 ટકા જેટલું મતદાન સારું કહી શકાય. આ મતદાન ભાજપની તરફેણમાં થયું છે. હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે. જેમાં મતદાનની ટકાવારી વધી શકે છે. બીજી તરફ કોંગ્રેસના નેતા અને ઘાટલોડિયાના ઉમેદવાર અમી યાજ્ઞિકે જણાવ્યું કે ઓછું મતદાન એનાલિસિસ અને રિસર્ચ માંગી લે તેવું છે. પરંતુ ઓછું મતદાન થવું એ પરિવર્તનની નિશાની છે.

તો ગઇકાલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લગ્નસરાની સિઝનને કારણે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હોવાનો દાવો કર્યો હતો. મહેસાણાના કડીમાં હાજર રહેલા નીતિન પટેલે પ્રથમ તબક્કામાં ઓછા મતદાન અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે, અત્યારે હાલ રાજ્યમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેને કારણે લોકો લગ્નમાં વ્યસ્ત છે. વ્યસ્તતાને કારણે લોકો મતદાન મથક સુધી ન પહોંચી શક્યા જેને કારણે ઓછું મતદાન થયું.

Next Video