Gujarat Election 2022 : રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસે ગોઠવ્યા CCTV, કાર્યકરોને સોંપી જવાબદારી

|

Dec 04, 2022 | 10:29 AM

Gujarat assembly election 2022:  પ્રથમ તબક્કાના મતો હવે EVMમાં કેદ થઈ ગયા છે અને EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન પણ યોજાવાનું છે. ત્યારે આ દરમિયાન રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર કૉંગ્રેસે જીપમાં CCTV ગોઠવ્યા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  પ્રથમ તબક્કાના મતો હવે EVMમાં કેદ થઈ ગયા છે અને EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન પણ યોજાવાનું છે. ત્યારે આ દરમિયાન રાજકોટમાં સ્ટ્રોંગ રૂમની બહાર કૉંગ્રેસે જીપમાં CCTV ગોઠવ્યા છે. સતત સ્ટ્રોંગ રૂમ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અન્ય પાર્ટીઓ અને નેતાઓ પણ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે. નજર રાખવા માટે નેતાઓએ માણસોને પણ કામે લગાવ્યા છે. EVM કોઈ ચેડા ન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થાઓ કરતી જ હોય છે પરંતુ હવે તો રાજકીય પક્ષો પણ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : પ્રથમ તબક્કામાં થયુ છે 63.14 ટકા મતદાન

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. 19 જિલ્લામાં લાખો નવા મતદારો ઉમેરાયા હોવા છતાં ઓછું મતદાન થયુ છે. ગામડાઓમાં વધારે જ્યારે શહેરોમાં ઓછું મતદાન નોંધાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ ગુજરાતમાં ધૂંઆધાર પ્રચાર કર્યો છે. તો આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રથમ વખત તમામ બેઠક પર પોતાના ઉમેદાવારોને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઇને પ્રચાર કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજોએ પણ પ્રચાર કર્યો છે. આમ છતા પ્રથમ તબક્કામાં મતદાન ઓછું નોંધાયુ છે.

Published On - 9:51 am, Sun, 4 December 22

Next Video