સુરત : AAP ના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ, EVM ફોટાના કારણે નેતાજીની વધી મુશ્કેલી !

|

Dec 03, 2022 | 2:01 PM

કરંજ બેઠકના AAPના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, EVM નો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ  નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Election 2022 :  વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના કેટલાક ઉમેદવારોએ વિવાદીત નિવેદનબાજી કરી. તો કેટલાક ઉમેદવારો સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ છે, ત્યારે સુરત કરંજ બેઠકના AAP  ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  આપને જણાવી દઈએ કે, EVM નો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદના આધારે મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે.

આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી

તો બીજી તરફ સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ભાજપ કોર્પોરેટરની અટકાયત કરી લેવામાં આવી છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે.

Published On - 2:00 pm, Sat, 3 December 22

Next Video