જામનગર વીડિયો : પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે ભાજપના દંડક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ

જામનગર વીડિયો : પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે ભાજપના દંડક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ

| Edited By: | Updated on: Nov 30, 2023 | 2:38 PM

જામનગરમાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે મનપામાં ભાજપના દંડક સહિત 3 કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ થતાં મામલો ફરી ગરમાયો છે.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરાએ સીટી A ડિવિઝનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જે અંતર્ગત ભાજપના કોર્પોરેટર અને મનપાના દંડક કેતન નાખવા,વિમલ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે મનપામાં ભાજપના દંડક સહિત 3 કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ થતાં મામલો ફરી ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરાએ સીટી A ડિવિઝનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જે અંતર્ગત ભાજપના કોર્પોરેટર અને મનપાના દંડક કેતન નાખવા, વિમલ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે ધીરેશ કનખરા અને કેતન નાખવા વચ્ચે ઘણા લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે દિવાળીની રાત્રે હવાઇ ચોક વિસ્તારમાં બંને જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બાદ એક સપ્તાહ પહેલા ધીરેશ કનખરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. અને હવે ધીરેશ કનખરાએ ભાજપના 3 કોર્પોરેટરો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ધીરેશ કનખરાએ સમાધાન માટે વાતચીત ચાલતી હોવાથી મોડી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ ભાજપના દંડક કેતન નાખવાએ ફરિયાદને ખોટી તેમજ રાજકીય હેતુ માટે કરાઇ હોવાની ગણાવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો