રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો, નલિયામાં નોંધાયુ 13 ડિગ્રી તાપમાન, જુઓ વીડિયો

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો, નલિયામાં નોંધાયુ 13 ડિગ્રી તાપમાન, જુઓ વીડિયો

| Updated on: Nov 29, 2023 | 1:20 PM

રાજ્યના 13 શહેરોમાં 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ છે.તો મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ નલિયામાં જોવા મળ્યુ હતુ. નલિયામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેમાં ભૂજમાં ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી સુધી થયો હતો.

કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળ્યુ છે. રાજ્યના 13 શહેરોમાં 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ છે.તો મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ નલિયામાં જોવા મળ્યુ હતુ. નલિયામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેમાં ભૂજમાં ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી સુધી થયો હતો.

તો કંડલા, પોરબંદર,રાજકોટ,સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદ,ડીસા,અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તેમજ આગામી 3-4 દિવસ રાજ્યમાં ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે આણંદ, અરવલ્લી,ગાંધીનગર,ગીર સોમનાથ,જામનગર,કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ કેટલા જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો