વચગાળાના બજેટ અંગે CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા, કહ્યું- બજેટ નવો વેગ અને ઉર્જા આપનારું

|

Feb 01, 2024 | 5:31 PM

મુખ્યપ્રધાને જણાવ્યું કે મોદી સરકારે રજૂ કરેલું બજેટ એ કરોડો ભારતીયોની આશા પૂર્ણ કરનારું છે. ખાસ કરીને નાણાપ્રધાને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ બેનિફિટની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે, જે આવકારદાયક છે. વધુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોલાર રૂફટોપની નવી યોજનાથી ગુજરાત સહિતના રાજ્યોને ફાયદો થશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાપ્રધાને રજૂ કરેલા વચગાળાના બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે, મુખ્યપ્રધાને આ બજેટને નવો વેગ અને ઊર્જા આપનારું ગણાવ્યું છે. સીએમે જણાવ્યું કે મોદી સરકારે રજૂ કરેલું બજેટ એ કરોડો ભારતીયોની આશા પૂર્ણ કરનારું છે. ખાસ કરીને નાણાપ્રધાને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ બેનિફિટની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે, જે આવકારદાયક છે.

વધુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોલાર રૂફટોપની નવી યોજનાથી ગુજરાત સહિતના રાજ્યોને ફાયદો થશે. 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્ય આવકારદાયક છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું બજેટ આપવા માટે CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન, નાણામંત્રી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો Budget 2024: PM મોદીએ વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું, તો કોંગ્રેસે ‘ચૂંટણી લોલીપોપ’ જાણો બજેટ પર કોણે શું કહ્યું?

Next Video