વડોદરાવાસીને નહીં પડે પાણીની તકલીફ, નર્મદાનું પાણી આપવા CMની જાહેરાત

|

May 22, 2022 | 9:21 AM

CM ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, જે બાદ મુખ્યપ્રધાને વડોદરાને (Vadodara) નર્મદાનું પાણી આપવા જાહેરાત કરી છે.

હવે  વડોદરામાં નહીં પડે પાણીની તંગી (Water Crisis). કારણ કે વડોદરા શહેરને (Vadodara)  નર્મદાનું પાણી આપવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. 146 MLD પ્રતિ દિવસ નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ અંગે મેયર કેયુર રોકડિયાએ (Mayor Keyur Rokadiya) કહ્યું કે CM ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાને (CM Bhupendra Patel)  વડોદરાને નર્મદાનું પાણી આપવા જાહેરાત કરી છે. જે મુજબ ચોમાસુ લંબાય અને વડોદરાને પાણીની જરૂર પડે તો નર્મદામાંથી પાણી અપાશે.

146 MLD પ્રતિ દિવસ નર્મદાનું પાણી મળશે

આ જાહેરાતને પગલે વડોદરાવાસીઓને 146 MLD પ્રતિ દિવસ નર્મદાનું પાણી (Narmada Water) મળશે. 23 મેથી 30 જૂન સુધી પાણી અપાશે.વધુમાં મેયરે કહ્યું કે જરૂર હશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર પાસેથી નર્મદાનું પાણી ખરીદશે.6 લાખ રૂપિયા પ્રતિદિવસ કોર્પોરેશનને(Vadodara municipal Corporation)  નાણાં ચૂકવવા પડશે.

Next Video