Gandhinagar : દહેગામની બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આગ, તાળા તોડીને આગને કાબૂમાં લેવા જહેમત

|

May 16, 2022 | 10:50 AM

આગની જાણ થતાં જ દહેગામ નગર પાલિકાના ફાયર ફાયટરો(Fire Fighter)  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) દહેગામ શહેરમાં બસ સ્ટેન્ડ પાસેના ભરચક વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની (Bank of india)બ્રાન્ચમાં વહેલી સવારે કોઈ કારણસર અચાનક આગ લાગતા બેન્કમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા હતા આ જોઈને આસપાસના દુકાનદારો તેમજ લોકો ભેગા થઇ ગયા હતા જેમણે બેન્કમાં આગ લાગી હોવાનું જણાતા દહેગામ પોલીસને (Dahegam police) જાણ કરી હતી. બીજી તરફ બેંકમાં તે ધુમાડા નીકળતા હોવાના પગલે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી દહેગામ નગર પાલિકાના ફાયર ફાયટરો(Fire Fighter)  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ બેંકને તાળા મારેલ હોવાથી બેન્કના કયા ભાગમાં આગ લાગી છે તે નક્કી ન થઇ શકતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બેંકના તાળા તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જોકે લાંબી મહેનતના અંતે તાળા તૂટયા હતા તાળા તોડીને શટર ખોલતા બેન્કમાંથી માત્ર ધુમાડા જ નજરે ચડતા હતા જોકે ધુમાડા કયા કારણસર નીકળી રહ્યા હતા તે હજુ સુધી જાણી શકાયું ન હતું.

આકરી ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ વારંવાર બની રહી છે

ઉનાળાની આકરી ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. રવિવારે અમદાવાદ (Ahmedabad) શહેરના બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ પાસે આગ (fire) લાગવાની ઘટના સામે આવી હતી. જે ઘટનામાં ફાયર બ્રિગેડે (fire brigade) 10 જેટલી ગાડી અને ટિમ તેમજ જેસીબીની મદદ લઈને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડને બપોરે 4 વાગ્યા બાદ કોલ મળ્યો હતો કે બોપલ વકીલ બ્રિજ પાસે પ્લાયવુડની દુકાનમાં આગ લાગી છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે 3 ગાડી રવાના કરી હતી. જોકે આગ મોટી જણાઈ આવતા ફાયર બ્રિગેડની કુલ 10 ગાડી અને અધિકારીએ સ્થળ પર પહોંચી કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

Published On - 10:40 am, Mon, 16 May 22

Next Video