Gram Panchayat Election: આ કારણથી સેજલ બારિયાનું રદ થયું હતું ફોર્મ, હાઈકોર્ટે આપ્યો જોરદાર ચુકાદો

|

Dec 18, 2021 | 3:05 PM

Chhota Udepur: ગુજરાત હાઈકોર્ટે જગુ ગામના ઉમેદવારને ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.

Gram Panchayat Election 2021: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ ખાતે બે સરપંચના ઉમેદવારે ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. જેમાં બારીયા સેજલનું મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. પૂરણની યાદી આવી ન હોવાથી ફોર્મ રજ કરવામાં આવ્યું જેના પગલે સેજલ બારીયા હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે દ્વારા સેજલ બારીયા ચૂંટણી લડી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે હવે બાડોલી મામલતદારને હાઈકોર્ટના નિર્ણયની કોપી સોંપવામાં આવી છે જિલ્લા કલેક્ટર સાથે પરામર્શ કરીને આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે આગામી 19 ડિસેમ્બરે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 23 હજાર 97 મતદાન મથક છે.જેમાં 6 હજાર 656 મતદાન મથક સંવેદશીલ છે. જ્યારે 3 હજાર 74 મતદાન મથક અતિ સંવેદનશીલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર 13 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખથી વધુ પુરુષ મતદારો અને 88 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરાઈ છે.જેમાંથી 1167 ગ્રામ પંચાયત બીન હરિફ થઈ છે. 9 હજાર 669 સભ્ય બીન હરીફ ચૂંટાયા છે. અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયત 6 હજાર 446 છે. જેમાં 4511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિન હરીફ થયા છે.

 

આ પણ વાંચો: મંત્રીજીના તીખા તેવર : પત્રકારો સાથે ગેરવર્તન કરતા આ કેન્દ્રીય મંત્રીનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

આ પણ વાંચો: આણંદ : પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરાઇ રહી છે : અમિત શાહ

Published On - 7:03 pm, Thu, 16 December 21

Next Video