Rajkot: જેતપુરમાં એક ગોડાઉનમાંથી કેમિકલ લીકેજની ઘટના, આસપાસના વિસ્તારોના લોકોને શ્વાસ અને આખો બળવાની સમસ્યા

Rajkot: જેતપુરમાં એક ગોડાઉનમાંથી કેમિકલ લીકેજની ઘટના, આસપાસના વિસ્તારોના લોકોને શ્વાસ અને આખો બળવાની સમસ્યા

| Edited By: | Updated on: Sep 13, 2022 | 2:14 PM

રાજકોટના જેતપુરના ધારેશ્વર નજીક ચિત્રકૂટ પાર્કના એક ગોડાઉનમાં કેમિકલ લીકેજ થયું હોવાની ઘટના સામે આવી છે. હરિઓમ વૃદ્ધાશ્રમ પાછળ આવેલા ગોડાઉનમાં કેમિકલ લીકેજ થતા તંત્ર દોડતું થયું છે.

Rajkot: રાજકોટના જેતપુરના ધારેશ્વર નજીક ચિત્રકૂટ પાર્કના એક ગોડાઉનમાં કેમિકલ લીકેજ થયું હોવાની ઘટના સામે આવી છે. હરિઓમ વૃદ્ધાશ્રમ પાછળ આવેલા ગોડાઉનમાં કેમિકલ લીકેજ થતા તંત્ર દોડતું થયું છે. જો કે ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. GPCB, મામલતદાર અને પાલિકાની ટીમે ગોડાઉનની મુલાકાત લીધી હતી. જયાં ગોડાઉનમાં ભરેલા બેરલમાંથી પ્રવાહી ઢોળાયું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. હાઇડ્રોક્રિલોક એસિડ નામનું કેમિકલ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગોડાઉનમાં કેમિકલ લીકેજ થતા આસપાસના વિસ્તારોના લોકોને શ્વાસ અને આખો બળવાની સમસ્યા સર્જાઈ છે.

ભાદર-1 ડેમ ઓવર ફ્લો, ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

જતા જતા પણ મેઘરાજા ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ આ સીઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સોમવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ડેમમાં પાણીની મોટી માત્રામાં આવક થઈ છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે, ઉપરવાસમાં સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.