Narmada : કેમિકલ વગરના ગોળની ભારે ડિમાન્ડ, મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશથી પણ ખરીદી માટે લોકોનો ઘસારો

|

Jan 10, 2023 | 8:36 AM

હાલ ઉત્તરાયણ પર્વને લઇને રાત-દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ તથા તેનો ભાવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતા ઓછો હોય છે.

આકાશી પર્વ ઉત્તરાયણ નિમિત્તે પતંગની સાથે ગોળની ચીકી ખાવાની પરંપરા છે, ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ તો નવેમ્બર માસમાં જ ગોળના કોલા શરૂ થઇ જાય છે અને 3 માસ સુધી ગોળ બનાવવામાં આવે છે. પરંતુ હાલ ઉત્તરાયણ પર્વને લઇને રાત-દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ તથા તેનો ભાવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતા ઓછો હોય છે. દેશી ગોળના લાભને જોતા સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પણ લોકો મોટી માત્રામાં ગોળની ખરીદી કરવા આવી રહ્યા છે.

ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર

ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણમાં બે દિવસ સારો પવન રહેવાની શક્યતા છે.. સાથે જ ત્રણ દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરાઈ છે.. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે.

Published On - 8:35 am, Tue, 10 January 23

Next Video