Kutch : કચ્છમાંથી ફરી એકવાર ચરસ ઝડપાયું, જખૌ પાસેથી 10 ચરસના પેકેટ મળી આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:04 PM

પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરશે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.

Kutch : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી માદક પદાર્થ (Narcotics) મળી આવવાના કેસો વધી રહ્યા છે. ત્યારે વધુ એકવખત જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરશે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.

આ પણ વાંચો Breaking News : કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું

કચ્છમાં ત્રણ દિવસમાં 30 કરોડથી વધુનો માદક પદાર્થ ઝડપાયો છે. 14 ઓગસ્ટે અબડાસામાંથી 9 કરોડનું હેરોઈન ઝડપાયું હતું. તો 15 અને 16 ઓગસ્ટે 15 કરોડથી વધુના હેરોઈનના બે પેકેટ મળ્યા હતા. અત્યાર સુધી 70થી વધુ પેકેટ જપ્ત કરાયા છે. અગાઉ પણ કચ્છના જખૌ પાસેથી જ 31 પેકેટ ચરસ અને એક હેરોઈનનું પેકેટ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે વધુ એકવાર કચ્છના જખૌમાંથી 10 ચરસના પેકેટ મળી આવ્યા છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો