Gujarati Video: બનાસકાંઠાના વડગામમાં અચાનક રિવર્સમાં ચાલવા લાગી ગાડી, એક વ્યક્તિનો આબાદ બચાવ

| Edited By: | Updated on: May 01, 2023 | 3:25 PM

Banaskantha News : વડગામ તાલુકાના સલેમકોટ ગામની આ ઘટના છે. આ ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. CCTVમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પિકઅપ બોલેરો અચાનક જ રિવર્સમાં ચાલવા લાગે છે.

બનાસકાંઠાના વડગામ નજીકના ગામમાં એક અજીબો ગરબી ઘટના બનેલી સામે આવી છે. એક પિકઅપ બોલેરો અચાનક રિવર્સમાં ચાલવા લાગ્યો હતો. પિકઅપ બોલેરો એક દુકાન પાસે પાર્ક કરવામાં આવી હતી. બોલેરો ટેમ્પામાં પાછળ મુકેલો સામાન એક વ્યકિત ઉતારી રહ્યો હતો. જે પછી ટેમ્પો અચાનક જ રિવર્સમાં ચાલવા લાગ્યો હતો. જે પછી પિકઅપ બોલેરોમાં સવાર વ્યક્તિ ગભરાઇ ગયો હતો. પિકઅપ બોલેરોમાં ઉભેલો ચાલક કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો-Surat: વેસુમાં બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, આરોપી ફરાર, જુઓ Video

વડગામ તાલુકાના સલેમકોટ ગામની આ ઘટના છે. આ ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. CCTVમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પિકઅપ બોલેરો અચાનક જ રિવર્સમાં ચાલવા લાગે છે. રિવર્સમાં ચાલતા તેની ઝડપ પણ વધી જાય છે અને છેલ્લે આ ગાડી ખાડામાં પલટી જાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…