Ahmedabad : આખરે લાંચિયા લપેટમાં ! 30 લાખની લાંચ કેસમાં ફરાર IRS સંતોષ કરનાની ભાગેડુ જાહેર

|

Dec 02, 2022 | 8:31 AM

CBIને રૂપિયા 41.96 લાખની FDના પુરાવા મળ્યા છે. CBIએ સંતોષ કરનાનીને વોન્ટેડ જાહેર કરવાની સાથે રૂપિયા 1 લાખના ઇનામના પોસ્ટર્સ પણ જાહેર કરાયા છે.

અમદાવાદમાં 30 લાખની લાંચના કેસમાં ફરાર IRS સંતોષ કરનાનીને ભાગેડુ જાહેર કરાયો છે. સંતોષ કરનાનીને CBI કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. સંતોષ કરનાની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ થયુ છે. ભાગેડુ સંતોષ કરનાનીને શોધવા માટે CBI દ્વારા અલગ અલગ 21 સ્થળોએ સામુહિક દરોડા પાડ્યા છે. સંતોષના નિવાસ તથા તેના સગા સંબંધીઓના નિવાસે દરોડા પાડવામાં આવ્યાં છે. સર્ચ દરમિયાન સંતોષ વિરુદ્ધ અનેક દસ્તાવેજી પુરાવા મળ્યા છે. આપને જણાવી દઈએ કે, CBIને રૂપિયા 41.96 લાખની FDના પુરાવા મળ્યા છે. CBIએ સંતોષ કરનાનીને વોન્ટેડ જાહેર કરવાની સાથે રૂપિયા 1 લાખના ઇનામના પોસ્ટર્સ પણ જાહેર કરાયા છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં એડિશનલ આઈટી કમિશનર સામે રૂપિયા 30 લાખની લાંચની ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા આવકવેરા વિભાગના મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયા જેટલી રકમની લાંચ માંગી હતી. એડિશનલ કમિશનર લાંચ લેતા રંગ હાથે પકડાય તે પહેલા જ ભાગી ગયા હતા. ACBએ 30 લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો. એડિશનલ કમિશનરે આંગડિયા મારફતે આ રકમ મગાવી હતી. મળતી માહિતી પ્રમાણે આરોપી સંતોષ કરનાનીએ ફરિયાદીને તેમની ઓફિસે બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા હતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદે રીતે પૈસાની માંગણી કરતા હતા.

Published On - 8:30 am, Fri, 2 December 22

Next Video