અમદાવાદની વધુ એક નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઇયળ, જુઓ વીડિયો
ન્યુ રાણીપમાં આવેલ રિયલ પેપરીકામાં ગ્રાહકને બર્ગર ખાતી વખતે ઈયળ દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગ્રાહકે કિચનની સાફ સફાઈ અને વપરાતી વસ્તુઓ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા મન બનાવ્યું છે. ત્યારે આ પ્રકારની ફરિયાદ માટે કોર્પોરેશનના 155303 નંબર પર ફરિયાદ કરી શકાય છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવજંતુ નીકળતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરની વધુ એક નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે. ન્યુ રાણીપમાં આવેલ રિયલ પેપરીકામાં બર્ગરમાંથી ઇયળ નીકળી છે.
આ પણ વાંચો અમદાવાદ: દિલ્હીના યુવકો પાસેથી 20 હજારનો તોડ કરવા મામલે 10 તોડબાજ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
મળતી માહિતી અનુસાર, ગ્રાહકને બર્ગર ખાતી વખતે ઈયળ દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગ્રાહકે કિચનની સાફ સફાઈ અને વપરાતી વસ્તુઓ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા મન બનાવ્યું છે. ત્યારે આ પ્રકારની ફરિયાદ માટે કોર્પોરેશનના 155303 નંબર પર ફરિયાદ કરી શકાય છે.