Ahmedabad: શહેરમાં સ્વાઇન ફ્લૂના સતત વધી રહ્યા છે કેસ, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 14 દર્દીઓ સારવાર હેઠળ

|

Aug 03, 2022 | 10:01 AM

થોડા દિવસ પહેલા અમદાવાદની (Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે હતુ. હવે 14 દર્દીઓ સ્વાઇન ફ્લૂની (Swine flu) સારવાર હેઠળ છે.

ગુજરાતમાં (Gujarat) કોરોના સહિતના અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 14 કેસ નોંધાયા છે. શહેરની ખાનગી અને સરકારી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 14 દર્દીઓ હાલ સારવાર લઇ રહેલા છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. કારણકે થોડા દિવસ પહેલા અમદાવાદ સોલા સિવિલમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયુ હતુ.

કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના 14 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરની પાંચ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના 14 દર્દી સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક-એક દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 1 દર્દીની તબિયત ગંભીર થતા બાયપેપ ઉપર મુકવામાં આવ્યા છે. અગાઉ પણ એક દર્દીનું મોત થયું હતું અને શહેરમાં વધુ કેસ છે પરંતુ ટેસ્ટિંગના અભાવે જાહેર થતા નથી.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Published On - 10:01 am, Wed, 3 August 22

Next Video