વડોદરા : GETCOમાં ભરતીના વિવાદને લઈને ઉમેદવારોનું પ્રદર્શન યથાવત્, ઉમેદવારોએ ઠંડીમાં જેટકો કચેરી બહાર વિતાવી રાત, જુઓ વીડિયો

|

Dec 22, 2023 | 10:57 AM

વડોદરામાં જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જણાવીને ભરતી જ રદ કરી દેવાઈ હતી, ત્યારે ભરતી રદ કરવાને લઇને ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

જેટકોની પરીક્ષા રદ થતાં રાજ્યભરમાં ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. સતત બીજા દિવસે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યુ છે. ગઇકાલે વડોદરામાં જેટકોની ઓફિસ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ. ઉમેદવારોએ ઠંડીમાં જેટકો કચેરી બહાર રાત વિતાવી હતી. આજે પણ જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે.

વડોદરામાં જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જણાવીને ભરતી જ રદ કરી દેવાઈ હતી, ત્યારે ભરતી રદ કરવાને લઇને ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા આંદોલનમાં જોડાયા હતા. યુવરાજસિંહે જેટકોને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.

શું છે ‘GETCO’ વિવાદ ?

GETCO દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષામાં 1,224 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા હતા. જો કે ગેરરીતિની આશંકાએ પોલ ટેસ્ટ ફરી લેવાની જાહેરાત કરવામાં આવી છે.19 ડિસેમ્બરે GETCOની ભરતી પ્રક્રિયા રદની જાહેરાત કરી હતી. GETCOની જાહેરાતથી પાસ ઉમેદવારોમાં રોષ ફાટ્યો છે. ઉમેદવારોએ વડોદરાની વડી કચેરી ખાતે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો-મહેસાણામાં પોલીસ પેટ્રોલિંગની સતર્કતાથી લાખોની ચોરી અટકી, સાયરન સાંભળી ATM માંથી તસ્કરો ભાગ્યા

‘GETCO’એ શું કરી સ્પષ્ટતા ?

વિવાદને લઇને GETCO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઇ હોવાથી પરીક્ષા રદ કરાઇ છે. 7મી જાન્યુઆરીએ અમદાવાદમાં ફરીથી પરીક્ષા લેવાશે. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે પણ તારીખો જાહેર કરાઇ છે. 28 અને 29 જાન્યુઆરીએ પોલ ટેસ્ટ યોજવામાં આવશે. ગેરરીતિમાં સંડોવણી, શંકાએ એક અધિકારીની બદલી પણ કરાઇ છે. અન્ય 12 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video