આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્યની પાણીની સ્થિતિ સહિત વિવિધ વિષયો પર થશે ચર્ચા

|

May 04, 2022 | 12:57 PM

ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેને લઈને ચર્ચા થઈ શકે છે. જ્યારે અત્યારે કોરોના નહીંવત હોવાથી આગામી શૈક્ષણિક સત્ર સંપુર્ણ રીતે શરૂ થવાનું છે ત્યારે નવા શૈક્ષણિત સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ કરવા બાબતે પણ ચર્ચા થશે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet meeting) મળશે. આ બેઠકમાં રાજ્યની પાણીની સ્થિતિ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. દર બુધવારે રાજ્યની કેબિનેટની બેઠક મળે છે અને સરકારની આગામી કામગીરીઓને લઈને ચર્ચા કરવામાં આવે છે. આજની બેઠકમાં પાણીનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે કેમ કે ઉનાળો બરાબર તપી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યા પર પાણીની સમસ્યા વકરી રહી છે. આવી સથિતિમાં લોકોને પુરતું પાણી મળી રહે તે માટે કેવા પગલાં લેવા જોઇએ તેની સાથે લાંબા ગાળાનાં શું આયોજન કરવામાં આવશે તેની પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીની તૈયારીએ અંગે પણ ચર્ચા થઈ શકે છે.

આઝાદીના અમૃત મહેત્સવ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં 75 જળાશયો તૈયાર કરવાની અને જે જળાશયો છે તેને ઉંડા કરવાની કામગીરી શરૂ કરવાના કેમ્પેનની શરૂઆત થઈ છે. ગયા મહિનામાં PM મોદીએ રૂબરૂ અને વર્ય્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી ત્યારે દરેક વખતે જે તે જિલ્લા કે વિસ્તારમાં જળાશયો બનાવવાની વાત કરી હતી. જેના પગલે રાજ્યમાં હાલમાં જે તળાવો છે તેને ઉંડા કરવાની કામગીરી અંગે પણ ચર્ચા થશે.

આ ઉપરાંત ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેને લઈને ચર્ચા થઈ શકે છે. જ્યારે અત્યારે કોરોના નહીંવત હોવાથી આગામી શૈક્ષણિક સત્ર સંપુર્ણ રીતે શરૂ થવાનું છે ત્યારે નવા શૈક્ષણિત સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ કરવા બાબતે પણ ચર્ચા થશે. આ ઉપરંત બજેટ એલોકેશન ઝડપથી પહોંચે અને તેની કામગીરી તાત્કાલિક શરૂ થાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

Next Video