લો બોલો ! AAP ના પૂર્વ નેતા મહેશ સવાણી જોડાયા ભાજપના પ્રચારમાં, કહ્યું ‘હું રાજકારણનો માણસ નથી’

|

Nov 26, 2022 | 9:05 AM

પરષોત્તમ રૂપાલાના સ્ટેજ પર ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરી ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા. અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું રાજકારણનો માણસ નથી.

ગુજરાત ઈલેક્શન 2022 : સુરતમાં AAP ના પૂર્વ નેતા મહેશ સવાણી ભાજપના પ્રચારમાં જોડાયા હતા. પરષોત્તમ રૂપાલાના સ્ટેજ પર ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરી ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા. અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું રાજકારણનો માણસ નથી, AAP છોડ્યા બાદ સારા માણસનો સાથ આપવા આવ્યું છું.

AAP છોડ્યા બાદ સારા માણસનો સાથ આપવા આવ્યું છુ – મહેશ સવાણી

વરાછાની બેઠક પર ત્રણેય ઉમેદવારો પાટીદારો હોવાથી રસાકસી રહેશે. તો સાથે સુરતની 14 સીટો ભાજપને જીતાડવા માટે અમે મહેનત કરીશુ તેવુ પણ મહેશે સવાણીએ જણાવ્યું છે. તો બીજી તરફ સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી મામલે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ થયો છે. પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટી અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ થયું. જે બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ આપના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. તો રજનીકાંત વાઘાણીએ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પર નિશાન સાધ્યું છે.

Published On - 9:03 am, Sat, 26 November 22

Next Video