Narmada : બાઇક ચાલકને બચાવવા જતા 58 મુસાફરો ભરેલી બસ પલટી, ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

|

May 27, 2022 | 2:20 PM

નર્મદામાં (Narmada) જિલ્લામાં બેડવાણથી અંકલેશ્વર જતી બસ સામરપાડા પાસે પલટી ગઇ હતી.બસમાં લગભગ 58 લોકો સવાર હતા. આ તમામ મુસાફરોને (Passengers) અકસ્માતના કારણે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

નર્મદા (Narmada) જિલ્લામાં બેડવાણથી અંકલેશ્વર જતી બસને સામરપાડા પાસે અકસ્માત નડ્યો છે. એક બાઇક ચાલકને બચાવવા જતા બસના ડ્રાયવર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણ બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં (Accident) બસમાં સવાર લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મુસાફરો પૈકી કેટલાક મુસાફરોને ડેડીયાપાડા રેફરલ હોસ્પિટલમાં (Referral Hospital) ખસેડાયા છે. તો કેટલાક ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં (Rajpipla Civil Hospital) રીફર કરવામાં આવ્યા છે.

58 મુસાફરો ભરેલી બસને નડ્યો અકસ્માત

નર્મદામાં જિલ્લામાં બેડવાણથી અંકલેશ્વર જતી બસ સામરપાડા પાસે પલટી ગઇ હતી.બસમાં લગભગ 58 લોકો સવાર હતા. આ તમામ મુસાફરોને અકસ્માતના કારણે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરવાની શરુ કરી હતી. તો કેટલાક લોકોએ 108ને તાત્કાલિક જાણ કરીને બોલાવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અને માજી ધારાસભ્ય દોડી આવ્યા

અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા પંચાયત પ્રમુખ અને માજી ધારાસભ્ય મોતીભાઇ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તમામ ઘટનાની માહિતી મેળવી મદદ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ તરત જ 108 ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને એક પછી એક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરુ કરી દીધી હતી. ઇજાગ્રસ્ત મુસાફરો પૈકી કેટલાકને ડેડીયાપાડા રેફરલ હોસ્પિટલ તો અન્યને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

Published On - 2:02 pm, Fri, 27 May 22

Next Video