બુરખાની બબાલ : બોર્ડની પરીક્ષા દરમિયાન વસ્ત્રો અંગે કોઈ ગાઇડલાઇન નથી, શિક્ષણ વિભાગે તપાસના આદેશ કર્યા, જુઓ વીડિયો

|

Mar 15, 2024 | 8:51 AM

ભરૂચ : અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાએ દરમિયાન હિજાબ પહેરી બોર્ડની પરીક્ષાઆપતી વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવાના મામલે વિવાદ સર્જાયો છે.  એક તરફ શાળા સીસીટીવી નિરીક્ષણ કરતા બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું ભરવાનું જણાવે છે તો સામે શિક્ષણ વિભાગે શાળા સામે ગેરવર્તણૂક મામલે કાર્યવાહી કરી સ્થળ સંચાલકને હટાવી દીધા છે.

પ્રારંભિક તપાસમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ શાળા સામે પગલાં લીધા છે. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદમાં તથ્ય છે માટે સ્થળ સંચાલકને હટાવવામાં આવ્યા છે. બીજી તરફ બોર્ડના નિયામકે પણ જણાવ્યું હતું કે પરીક્ષામાં પહેરવેશને લઈ કોઈ ગાઇડલાઇન નથી ત્યારે હિજાબ કઢાવવનો નિર્ણય કેમ લેવાય? તેની તપાસ સોંપવામાં આવી છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:50 am, Fri, 15 March 24

Next Video